VIDEO: સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું કૌભાંડ, ઉંચા વળતરની લાલચ આપી 14 લોકો સાથે છેતરપિંડી
સુરતના ઉત્રાણ વિસ્તારમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે કર
સુરતના ઉત્રાણ વિસ્તારમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જેટલા હરિભક્તો સાથે રૂપિયા 2 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીઓએ રોકાણકારોને દર મહિને 4 થી 5 ટકા વળતરની લાલચ આપી શરૂઆતમાં નાણાં ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અશોક મૂળજીભાઈ સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે તેમનો ભાગીદાર ઋષિ સુરેશભાઈ પટેલ હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ આ ટોળકીના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે અને હજુ પણ અનેક ભોગ બનનારાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
જાહેરાત







