મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારાનો મિજાજ બદલાયો, વાપી સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

VIDEO: સાપુતારાનો મિજાજ બદલાયો, વાપી સહિતા વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીદ

VIDEO: સાપુતારાનો મિજાજ બદલાયો, વાપી સહિતા વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે. ત્યારે ગિરિમથક સાપુતારામાં આહલાદક મહાલો સર્જાયો છે. ગિરીકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા વાતાવારણમાં ઠંડક છવાઈ હતી. સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણને પગલે શીત લહેર જોવા મળી રહી છે. સાપુતારામાં મૌસમનો મિજાજ બદલાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. 

દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચામાસાનું આગમ થઈ ચૂક્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ વાપી, દમણ અને દાદરા નગર હવેલીમા વરસાદની ધમાકેદાર એન્ટ્રીય થઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે વાપીમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું છે.

આ સમાચાર શેર કરો