મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO/ મતદારોને રીઝવવા મહેસૂલ મંત્રીએ આપી ખુલ્લી લાલચ: પંચાયત અને ગ્રાન્ટની લહાણીના વચનથી વિપક્ષ લાલઘૂમ

ખેડા જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહેસૂલ મંત્રીના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જાહેર મંચ

ખેડા જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહેસૂલ મંત્રીના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જાહેર મંચ પરથી મંત્રીએ મતદારોને રીઝવવા માટે સત્તાનો પાવર બતાવતા આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. મંત્રીએ જાહેરમાં ખાતરી આપી હતી કે, "જો ભાજપને મત આપશો, તો પંચાયત જુદી કરી આપવામાં આવશે અને 21 લાખની ગ્રાન્ટ ફાળવાશે."ચૂંટણી ટાણે વહીવટી ફેરફાર અને સરકારી નાણાંની આવી ખુલ્લી લાલચ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વધ્યો છે. લોકશાહીના પર્વમાં મતદારોને લલચાવવાના આ પ્રયાસ સામે હવે વિપક્ષ અને સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો