મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી જિલ્લાના રેલવે સ્ટેશનનું નવીનીકરણ, સાંસદ અને ધારાસભ્યએ કર્યું નિરીક્ષણ

કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા માટે 20 કરોડન

કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા માટે 20 કરોડની રકમ મંજૂર કરતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા મથકને અમૃત રેલ્વે સ્ટેશન 20 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે ને આજના યુગમાં રેલ્વે સ્ટેશન આધુનિક અમૃત રેલ્વે સ્ટેશન હાલ યુદ્ધના ધોરણે કામ ચાલુ છે. ત્યારે સાવરકુંડલાના અમૃત રેલ્વે સ્ટેશનના નવીનીકરણની અમરેલીના સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાલાએ મુલાકાત કરી હતી ને રેલવેના અધિકારીઓ, કોન્ટ્રાકટરોને સાથે રાખીને સ્થળ વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 20 કરોડના ખર્ચે આકાર પામતા અમરેલી જિલ્લાનું સૌથી મોટું અમૃત રેલ્વે સ્ટેશન અંગે ઓવર બ્રિજ અને અંડર બ્રિજ સહિત અનેક સૂચનો સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય કસવાલાએ કર્યાં હતાં

આ સમાચાર શેર કરો