VIDEO: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા
રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે જામ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઘોધમાર વરસાદ વરસ્યો છે, ભારે ઉકળાટ વચ્ચે શહેરના પૂ

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે જામ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઘોધમાર વરસાદ વરસ્યો છે, ભારે ઉકળાટ વચ્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. અમદાવાદના નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, નિકોલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.
વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
વહેલી સવારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે, રાણીપ, ગોતા, શાસ્ત્રીનગર, ઘાટલોડીયા, બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, નારાણપુરા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.




