VIDEO: ગોધરાના બિસ્માર રસ્તાઓની હાલત જોઈ પ્રજામાં રોષ, હાડકાં તૂટવા અને અકસ્માતની ઘટનાઓ વધી
ગુજરાતમાં સામાન્ય વરસાદે સરકારની પોલ ખોલી નાખી છે. ગુજરાતના મુખ્ય હાઈવે, શહેરોના માર્
ગુજરાતમાં સામાન્ય વરસાદે સરકારની પોલ ખોલી નાખી છે. ગુજરાતના મુખ્ય હાઈવે, શહેરોના માર્ગોને ધોઈ નાખ્યા છે, તો કેટલાક રસ્તાઓમાં ખાડા એ હદે પડ્યા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો બનાવ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. ઉબડખાબડ રસ્તાઓને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. તો અકસ્માતનો પણ ભય સતત સતાવી રહ્યો છે.
પંચમહાલના ગોધરા શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની બિસ્માર હાલત જોવા મળી હતી. રસ્તાઓની બિસ્માર હાલત જોઈને શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રભારોડ, ગણીદવાણી રોડ સહિત અનેક સોસાયટી વિસ્તારોના રસ્તાઓ પર કમરતોડ ખાડાઓએ વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે.
સ્નાયુ ખેંચાવવા, હાડકાં તૂટવા અને અકસ્માતની ઘટનાઓ વધી
આ ખાડાઓને કારણે રોજબરોજ સ્નાયુ ખેંચાવવા, હાડકાં તૂટવા અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર ખાડાઓ ભરવામાં નિષ્ક્રિય રહ્યું છે, અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. લોકોનો આક્રોશ એ વાત પર છે કે કોઈનો જીવ જાય ત્યાર બાદ જ તંત્ર જાગશે? શહેરીજનોએ મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે,,






