VIDEO: હળવદમાં નિયમ તોડનારાઓમાં ફફડાટ, કાળઝાળ ગરમી વચ્ચે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ
હળવદના બસ સ્ટેશન રોડ પર પોલીસે કાળઝાળ ગરમી વચ્ચે મ
હળવદના બસ સ્ટેશન રોડ પર પોલીસે કાળઝાળ ગરમી વચ્ચે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ સઘન ચેકિંગમાં નંબર પ્લેટ વગરના બાઈકો, લાયસન્સ વિના વાહન હંકારનારા અને ટ્રાફિકના અન્ય નિયમો તોડનારા અનેક ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
“કાયદે મેં રહેગે તો ફાયદે મેં રહોગે” ના કડક સંદેશ સાથે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ હવે કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેવાની હોવાથી બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


