મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PM મોદી વહેલી સવારે 6 વાગ્યે સફારી પાર્કમાં સિંહ દર્શન માટે નિકળ્યા

પીએમ મોદી સાસણ ગીરની મુલાકાતે છે, ત્યારે આજે વહેલી સવારે 6 વાગ્યે સફારી પાર્કમાં સિંહ દર્શન માટે

પીએમ મોદી સાસણ ગીરની મુલાકાતે છે, ત્યારે આજે વહેલી સવારે 6 વાગ્યે સફારી પાર્કમાં સિંહ દર્શન માટે નિકળ્યા હતા. તેઓ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિતે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે . મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વન્ય સંરક્ષણ અને વન્ય પ્રાણી દેખરેખ નીતિરીતિ પગલે સિંહોની સુરક્ષા વધારો થયો છે.

પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી

પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. આમ તો એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસની મળશે, તે મુજબ આશા વ્યકત કરવામાં આવી રહી છે.

વન્ય પ્રાણીઓ માટે વિચારણા શક્યતા સેવાઈ રહી છે.

તેમજ રૂ.2900 કરોડના પ્રોજેકટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે. નેશનલ બેઠકના સરકારી પડતર જમીનમાં વન્ય પ્રાણીઓ માટે વિચારણા શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો