VIDEO: સાસણ ગીરમાં લાયન સફારી પાર્કમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન
વડાપ્રધાન મોદી આજે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યાં હતા. લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બા
વડાપ્રધાન મોદી આજે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યાં હતા. લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે. ઉપરાંત, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠક યોજાશે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1896426572569264594#
હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે
જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે. ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતાં પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. આમ તો એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસની મળશે તે મુજબ આશા વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ રૂ.2900 કરોડના પ્રોજેકટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે. નેશનલ બેઠકના સરકારી પડતર જમીનમાં વન્ય પ્રાણીઓ માટે વિચારણા શક્યતા સેવાઈ રહી છે.






