મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણ-શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, GSRTC બસો સહિત 8 વાહનો પર પથ્થરમારો

Video: Patan-Sihori highway, pelt stones at 8 vehicles including GSRTC buses | પાટણ-શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવાની ઘટના સામે

પાટણ-શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે, જેના કારણે માર્ગ પર પસાર થતા મુસાફરો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.  સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક હાઈવે પર રાત્રિના સમયે આ ઘટના બની હતી. અસામાજિક તત્વોએ ચાલુ બાઇક પરથી પસાર થતા વાહનોને નિશાન બનાવ્યા હતા અને તેમના પર આડેધડ પથ્થરમારો કર્યો હતો.

ત્રણ GSRTC બસો અને પાંચ ડમ્ફરોને નુકસાન

અસામાજિક તત્વો દ્વારા કુલ 8 જેટલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં વાહનોને નુકસાન થયું છે. આ વાહનોમાં GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)ની ત્રણ બસો તેમજ 5 જેટલા ડમ્પરનો સમાવેશ થાય છે. પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. નુકસાન થયેલી ત્રણેય ST બસોને મોડી રાત્રે સલામતી માટે સરસ્વતી તાલુકાના ડેપોમાં રાખવામાં આવી હતી.

પોલીસે આ અસામાજિક તત્વોને ઝડપી પાડવા અને હાઈવે પર વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો