મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: સમી UGVCL કંપનીના જુનિયર એન્જિનિયર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

Patan news: પાટણ એસીબીએ સમી યુજીવીસીએલ કંપનીના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા ઝડપી પા

Patan news: સમી UGVCL કંપનીના જુનિયર એન્જિનિયર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

Patan news: પાટણ એસીબીએ સમી યુજીવીસીએલ કંપનીના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા ઝડપી પાડયો હતો.આ લાંચિયો એન્જિનિયર ચિંતન પટેલ ખેતરમાં વીજ જોડાણ કરી આપવા બાબતે 50 હજારની લાંચ માંગી હતી. પાટણ એસીબીએ સમી યુજીવીસીએલ કચેરી પેટા વિભાગમાં છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સમી યુજીવીસીએલ કંપનીમાં પાટણ એસીબી ત્રાટક્યું હતું. એસીબીએ જુનિયર એન્જિનિયર ચિંતન પટેલને રૂપિયા 50 હજાર લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. ફરિયાદી દ્વારા એસીબીમાં અધિકારી સામે ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી આબાદ રીતે ઝડપી લીધો હતો. એસીબીએ આરોપી જુનિયર એન્જિનિયર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી જુનિયર એન્જિનિયરે ખેતરમાં વીજ કનેક્શન જોડાણ કરી આપવા 50 હજારની લાંચ માગી હતી. 

આ સમાચાર શેર કરો