Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver Price Today: Finally, there is a reduction in gold and silver, know the new price in marriage season

Gold Silver Price Today: આખરે સોના અને ચાંદીમાં બોલાયો કડાકો, લગ્નસરામાં જાણો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver Price Today: આખરે સોના અને ચાંદીમાં બોલાયો કડાકો, લગ્નસરામાં જાણો નવો ભાવ
સોર્સ : GSTV

Gold Silver Price Today: દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ લગ્નસરા શરૂ થઈ ચુકી છે. લોકો હોંશે હોંશે સોના અને ચાંદીના દાગીનાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. સોના અને ચાંદીના કારોબારના છેલ્લા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલાયો હતો. અમેરિકામાં ડિસેમ્બરમાં વ્યાજ દરમાં કાપની આશાએ પીળી ધાતુના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનું 3,000 રૂપિયા તેમજ ચાંદી પણ આશરે 7 હજાર રૂપિયા સસ્તી થઈ છે.

App Store

મળતી માહિતી અનુસાર, અઠવાડિયાના છેલ્લા દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધિકારીઓથી ડિસેમ્બરમાં રેટ કાપની આશા ઓછી થઈ. આ કારણથી આંતરરાષ્ટ્રીય લેવલ પર સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. એમસીએક્સ પર 5 ડિસેમ્બરની ડિલીવરી ધરાવતું સોનું કારોબાર દરમ્યાન 1,21,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયું હતું. છેલ્લે આ 3,351 રૂપિયા એટલે કે, આશરે 2.64 ટકા ઘટાડાની સાથે 1,23,400 રૂપિયા પર બંધ થયું. જ્યારે ચાંદી પણ 6,940 રૂપિયા એટલે કે, 4.27 ટકાના ઘટાડાની સાથે 1,55,530 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.

આંતરરાષ્ટ્રી સ્તરે સોનાની કિંમતોમાં શુક્રવારે 3 ટકાનો ઘટાડો આવ્યો. આ ઘટાડો શેરબજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે થયો. અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓના આકરા નિવેદનોથી માર્કેટને ધ્રુજાવી દીધું હતું. આનાથી ડિસેમ્બરમાં વ્યાજ દરમાં કાપની આશા પર પાણી ફરી વળ્યું. સ્પોટ ગોલ્ડ 1.9 ટકા ઘટીને રૂપિયા 4,092.72 પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. દિવસના પ્રારંભે આ 3 ટકાથી વધુ ઘટી ગયું હતું. જો કે, આ સપ્તાહે સોનાની કિંમતમાં કુલ મળીને 2.3 ટકાનો વધારો થયો છે.
 
શટડાઉનની અસર

ડિસેમ્બર ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 2.4 ટકા ઘટીને ડોલર 4,094.20 પર બંધ થયું. નિષ્ણાતો કહે છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા દર ઘટાડાની સંભાવના સોના અને ચાંદીના બજારોમાં ગતિ ઓછી થઈ. ગુરુવારે પૂરા થયેલા સૌથી લાંબા સરકારી શટડાઉને નોંધપાત્ર ડેટા ગેપ છોડી દીધો. આનાથી ફેડ અને વેપારીઓ આગામી મહિનાની નીતિ બેઠક પહેલા અંધારામાં રહ્યા.

રોકાણકારોને આશા હતી કે નવા ડેટા ધીમા અર્થતંત્રને દર્શાવશે, જેનાથી ફેડને ડિસેમ્બરમાં દર ઘટાડવાની તક મળશે. આનાથી વ્યાજ વગરના સોનાની માંગમાં વધારો થશે. પરંતુ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં દર ઘટાડાની આશા ઓછી છે. આના કારણે શેરબજારમાં ઘટાડો થયો,તેમજ સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો.