VIDEO: PM નરેન્દ્ર મોદી દિલ્હી રવાના થાય તે પહેલા સુરત એરપોર્ટ બહાર જંગી જાહેર સભા
VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વતનની મુલાકાતે આવ્યા છે, ત્યારે પહેલા સુરતમાં અને બાદમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સામેલ થયા હતા. પીએમના આગમનને પગલે સુરક્ષા સઘન કરવામાં આવી છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જાય તે પહેલા સુરત શહેરના એરપોર્ટ પર આવ્યા હતા. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ સુરત એરપોર્ટ પર જોરશોરમાં તૈયારી શરૂ કરવામાં આવી છે.
સુરતથી દિલ્હી જવા રવાના થાય તે પહેલા સુરતમાં એરપોર્ટની બહાર જાહેર સભા યોજાશે. બિહાર ઇલેક્શન જીત્યા બાદ સુરતમાં વસતા બીહારીઓનું અભિવાદન સમારોહ યોજાશે. સવારે 10:00 વાગે એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રીનો ઘડાયો કાર્યક્રમ. સુરતમાં વસતા બિહારના લોકોનું પ્રધાનમંત્રીનું કરશે અભિવાદન. એરપોર્ટ પરિસરમાં ત્રણ કલાકમાં જ થઈ ગઈ તૈયારીઓ. 10થી 15000 સુરતમાં વસતા બિહારી લોકોનું પ્રધાનમંત્રી કરશે અભિવાદન. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની રજૂઆત બાદ તૈયાર થયો કાર્યક્રમ પીએમ મોદી સ્ટેજ પરથી એરપોર્ટ ખાતે મંચ પરથી બિહાર સમાજના લોકોનું અભિવાદન સાથે કરશે સંબોધન.1500થી વધુ પોલીસ કર્મચારી સહિતનો સ્ટાફ સુરક્ષામાં અને કાર્યક્રમની તૈયારીમાં જોડાયો

