Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Now stop the sit-in and agitation, we will come to Gandhinagar to do Nepali: Chaitar Vasava

VIDEO: હવે ધરણાં અને આંદોલન બંધ અમે 'નેપાળવાળી' કરવા ગાંધીનગર આવીશું: ચૈતર વસાવા

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ધારાસભ્યો ચૈતર વસાવા અને અનંત પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમા આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં  ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાના ગઢ દેડિયાપાડામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય ક્ક્ષાના આદિવાસીઓના ભગવાન મનાતા બિરસા મુંડાની જન્મ જયંતીનીની ઉજવણી હતી. 

App Store

નેત્રંગ ટાઉનના મુખ્ય મેદાનમાં ચૈતર વસાવા નો  કાર્યક્રમ હતો.જેમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખો સંગમ જોવા મળ્યો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો. તો ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. 

કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભા બેઠક ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી.. તમામે ભગવાન બિરસા મુંડાના જીવનસંદેશ અને આદિવાસી સમાજના હક્ક-અધિકાર માટેની તેમની લડતને યાદ કરતાં સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા.