Gold Silver price Today: સોનું અને ચાંદી સસ્તા થયા, જાણો 10 ગ્રામનો આજનો નવો ભાવ

Gold Silver price Today: દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે સોનાના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. 10 ગ્રામ સોનું 1,29,400 રૂપિયા પર બંધ થયું હતુ. આ નબળાઈ વૈશ્વિક બજારમાં નરમાઈ અને ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનોને લીધે આવ્યું હતું. જેમાં સંકેત અપાયો હતો કે નવી આર્થિક જાણકારીના અભાવમાં આગળના દર કાપમાં વિલંબ થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર, શુક્રવારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનું ગુરુવારે 1,30,300 રૂપિયાથી ઘટીને 1,28,800 રૂપિયા તમામ ટેક્સ સાથે થયું છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ગત સત્રમાં 1,30,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
સપ્તાહના અંતે સોનાના ભાવમાં ઘટાડો થયો
મળતી માહિતી અનુસાર, ફેડના આગામી દર ઘટાડા અંગે અનિશ્ચિતતા વધવાને કારણે સપ્તાહના અંતે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ઓક્ટોબરથી સરકારી એજન્સીઓ બંધ રહેવાને કારણે નવા આર્થિક ડેટા પણ બંધ થયા છે, જેના કારણે ફેડ અધિકારીઓ સાવધ બન્યા છે.
ચાંદીના ભાવમાં 4,200 રૂપિયાનો ઘટાડો
શુક્રવારે ચાંદીના ભાવ 4,200 રૂપિયા ઘટીને 1,64,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) થયા છે. ગુરુવારે ચાંદી 1,69,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ લગભગ એક ટકા ઘટીને ડોલર 4,137.88 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્પોટ સિલ્વર 0.49 ટકા ઘટીને 52.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર, અમેરિકામાં ફેડ અધિકારીઓના નિવેદનો અને મજબૂત ડોલર ઈન્ડેક્સ સોનાના ભાવ પર દબાણ લાવે છે.

