Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Locals block roads in Maganpura village of Chhota Udepur to protest against bad roads

VIDEO: છોટાઉદેપુરના મગનપુરા ગામે ખરાબ રસ્તાને લઈ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ચોમાસાની સિઝન પૂર્ણ થયાને બે મહિના થયા હોવા છતાં વહીવટી તંત્ર મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના બિસ્માર રોડને રિપેરિંગ ન કરતા આખરે મગનપુરા ગામના લોકોએ ચક્કાજામ કરી વિરોધ ઠાલવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના મગનપુરા ગામના લોકોએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. આસપાસના 15થી 20 ગામના લોકો ખરાબ રસ્તાને લઈ હેરાન પરેશાન થતા આખરે કંટાળીને ચક્કાજામ કર્યો હતો.

App Store

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા મગનપુરા ગામના લોકોએ આજે ખરાબ રોડ-રસ્તાથી ત્રાહિમામ પોકારીને મોટી સંખ્યામાં એકઠા થઈ ચક્કાજામ કરી વહીવટી તંત્ર સામે આકરો વિરોધ દર્શાવ્યો હતો. લોકો રસ્તામાં બેસી જતા મોટા પ્રમાણમાં આવતા-જતા વાહનોને ભારે હાલાકી સર્જાઈ હતી. રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. રોડ-રસ્તા સરકારી તંત્ર રિપેર ન કરતા ગામના લોકો આકરા મૂડમાં જણાઈ આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી હાલાકી ભોગવતા લોકો ત્રાહિમામ પોકારી આખરે સરકાર સામે બંડ પોકારવાના પ્રતીક રૂપે રસ્તામાં ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોએ તંત્રને તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરવાની માંગ કરી હતી.