VIDEO: અમદાવાદ શહેરમાં પિંક ટોયલેટની લોલિપોપ! 21ની સામે 15 બનાવી તંત્રએ હાથ અદ્ધર કર્યા
VIDEO: અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી જાહેરાતો તો કરે છે પરંતુ વાત અમલીકરણની આવે ત્યારે હોતા હે ચલતા હૈ નીતિ અપનાવવામાં આવે છે. મહિલાઓ માટે 21 પિંક ટોઈલેટની જાહેરાત કરવામાં આવી હતી. પણ મધ્ય ઝોન એટલે કે, કોટ વિસ્તારમાં એકપણ પિંક ટોઇલેટ બન્યું નથી.
દરેક ઝોનમાં ત્રણ ટોયલેટની વાત કરવામાં આવી હતી. તે મુજબ કોટ વિસ્તારમાં ત્રણ પિંક ટોયલેટ બનાવવાનું હોય પણ એક પણ ટોયલેટ બન્યું જ નહીં. શહેરમાં 21 ટોયલેટની સામે માત્ર 15 જ ટોયલેટ બની શક્યા છે. કોટ વિસ્તારના લોકોનું કહેવું છે કે, આમ પણ કોટ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવે છે. પ્રાથમિક સુવિધાને લઈને પણ અહીં સમસ્યા જોવા મળે છે.
ત્યારે મહિલાઓ માટેના પિંક ટોયલેટની જાહેરાત કરી માત્ર લોલીપોપ આપવામાં આવી છે. મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પણ તે અંગે કામ થતું નથી. પિંક ટોઈલેટ કે, જેમાં બેબી ફીડિંગ રૂમ, ચેન્જિગ રૂમ, સેનેટરી પેડ, રેસ્ટ રૂમ જેવી સુવિધા ઉભી કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા એક કે બીજા કારણોસર અન્ય પિંક ટોયલેટ બનાવી નથી શક્યા. જેને લઈ વિરોધ પક્ષે આડે હાથ લીધું હતું.

