VIDEO: ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા પંકજ કરોલીયા
મોરબી જિલ્લાની ટંકારાની પ્રથમ નગર પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના પંકજ કરોલીયાની વરણ
મોરબી જિલ્લાની ટંકારાની પ્રથમ નગર પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના પંકજ કરોલીયાની વરણી થઈ છે. પંકજ કરોલીયા પાલિકાના વોર્ડ નંબર 5 માંથી વિજેતા થયેલા ઓબીસી સદસ્ય છે. આ સાથે જ પાલિકાના ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખોખાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટંકારા નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 18 બેઠકો પર ભવ્ય જીત મેળવીને ભાજપે અગાઉ જ બહુમતી સાથે પાલિકા પર પોતાનો મજબૂત કબજો જમાવી લીધો હતો.




