VIDEO: હળવદમાં પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ, ગ્રાહકોને પરાણે ઓઈલ ખરીદવા મજબૂર કરાતા હોવાનો આક્ષેપ
મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ ડીઝલ લેવા આવતા ગ્રાહકો અને ખેડૂતોને પરાણે ઓઈલ ખરીદવા માટે મજબૂર કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જાગૃત ખેડૂતો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ડીઝલની સાથે ઓઈલ લેવા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ છે. ખેતીની સીઝન ટાણે જ ઈંધણ મેળવવા માટે પંપ સંચાલકો દ્વારા કરવામાં આવતી આવી અન્યાયી શરતો અને ઉઘાડી લૂંટને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

