VIDEO/ પાલિતાણા: રાજસ્થળીમાં ૧,૭૦૦ વૃક્ષો ગેરકાયદેસર કપાતા વનવિભાગના ૨ કર્મચારી સસ્પેન્ડ
ભાવનગરના પાલિતાણા તાલુકાના રાજસ્થળી વિસ્તારમાં વનવિભાગના જ કર્મચારીઓની
ભાવનગરના પાલિતાણા તાલુકાના રાજસ્થળી વિસ્તારમાં વનવિભાગના જ કર્મચારીઓની સંલગ્નતામાં 1 હજાર 700 વૃક્ષો ગેરકાયદેસર કપાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ફોરેસ્ટર અને બીટ ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા છે. બંનેને કોર્ટમાં રજૂ કરતા ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વિસ્તારમાં ઈઝરાયેલી બાવળ, લીમડા અને ગૂગળના વૃક્ષો કપાયા હતા. આ જ વિસ્તારમાં સિંહોની અવરજવર પણ છે. સ્થળ પરથી જેસીબી અને ટ્રક કબ્જે કરાયા છે. કપાયેલું લાકડું બે ફેક્ટરીઓમાં જતું હોવાની શંકા છે. વનવિભાગે વધુ તપાસ શરૂ કરી છે.



