મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત કોંગ્રેસમાં ભડકો: ચૂંટણી પહેલા મહિલા મોરચાના 11 સભ્યોના સાગમટે રાજીનામાં, પ્રમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપો

VIDEO: દક્ષિણ ગુજર

તસવીર: GSTV

VIDEO: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો ભૂકંપ સર્જાયો છે. સુરત શહેર કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી અને આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની કાર્યશૈલી સામે વિરોધ દર્શાવતા મહિલા મોરચાના 11 સભ્યોએ એકસાથે પોતાના પદ પરથી રાજીનામાં ધરી દેતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રમુખની 'મનમાની' અને અસભ્ય વર્તનનો આક્ષેપ

રાજીનામું આપનાર તમામ મહિલા કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે: પ્રમુખની માનસિકતા મહિલા વિરોધી છે. મહિલા કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય હોય છે.તેમના દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને મનમાનીથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો મામલો

આ કોઈ પહેલીવાર નથી કે વિપુલ ઉધનાવાલા સામે અવાજ ઉઠ્યો હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી. જોકે, કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે મહિલા મોરચાએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ ૧૧ સભ્યોએ પોતાના રાજીનામાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને મોકલી આપ્યા છે.

ચૂંટણી ટાણે જ કોંગ્રેસની મુશ્કેલી વધી

આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે સંગઠનમાં પડેલું આ ગાબડું કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે જ્યારથી વિપુલ ઉધનાવાલા શહેર પ્રમુખ બન્યા છે, ત્યારથી પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે.

મહિલા શક્તિનું અપમાન કે આંતરિક રાજકારણ?

એક તરફ કોંગ્રેસ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યારે સુરત જેવા મહાનગરમાં મહિલા કાર્યકર્તાઓ દ્વારા 'અસભ્ય વર્તન' અને 'માનસિક ત્રાસ'ના આક્ષેપો સાથે રાજીનામાં આપવામાં આવે તે પક્ષની છબી ખરડાય તેવું પગલું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ મામલે ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી સુરત કોંગ્રેસમાં હજુ વધુ ગાબડાં પડશે

આ સમાચાર શેર કરો