VIDEO: પાટીદાર સમાજના આગેવાનો જ આ વિવાદનો અંત લાવશે, ટપોરી ગેંગ મામલે આ ફાયરબ્રાન્ડ નેતા કૂદ્યા
ભાજપના નેતા જયેશ રાદડિયાના ટપોરી ગેંગના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે. ધોરાજીના કોંગ
ભાજપના નેતા જયેશ રાદડિયાના ટપોરી ગેંગના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે. ધોરાજીના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના આગેવાન લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મુદ્દે પાટીદાર સમાજના લોકોને શાંતિ રાખવા અપિલ કરી છે. જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પાટીદાર સમાજના આગેવાનો આ વિવાદનો અંત લાવશે
જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર કરેલા પ્રહાર બાદ વિવાદ વકર્યો છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલના સમર્થકોમાં સોશિયલ મીડિયામાં યુદ્ધ જામ્યુ હતું. લલિત વસોયાએ બંને પાટીદાર નેતા વચ્ચે ચાલતા આંતરિક વિખવાદ મુદ્દે કહ્યું કે પાટીદાર સમાજના આગેવાનો આ વિવાદનો અંત લાવશે.
સમર્થન કે વિરોધની પોસ્ટ વાયરલ ના કરે તેવી વસોયાએ અપિલ કરી
સોશિયલ મીડિયામાં બંને આગેવાનો વચ્ચે ચાલતી પોસ્ટ યુદ્ધ બંધ થવું જોઈએ.કોઈપણ પાટીદાર સમાજના લોકો સોશિયલ મીડિયામાં સમર્થન કે વિરોધની પોસ્ટ વાયરલ ના કરે તેવી વસોયાએ અપિલ કરી હતી.





