VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો, સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયારીને અપાયો આખરી ઓપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ બૂથોની યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 48 બિલ્ડિંગના બૂથોને અતિ સંવેદનશીલ અને 349 બિલ્ડિંગના બૂથોને સંવેદનશીલ જાહેર કરાયા છે.સલામતી વ્યવસ્થાની વાત કરીએ તો, પોલીસ વિભાગના 9 ક્લાસ-વન અધિકારીઓ સમગ્ર પ્રક્રિયા પર સીધી નજર રાખશે. આ લોખંડી બંદોબસ્તમાં 1300 પોલીસ કર્મચારીઓ, 1800 જીઆરડી જવાન, 80 પીએસઆઈ અને 25 પીઆઈ તૈનાત કરવામાં આવ્યા છે






