VIDEO: શ્રાવણ માસના બીજા સોમવારે જોધપુરના ભક્તે કોટેશ્વર શિવ મંદિરને 21 લાખનું થાળું ભેટ કર્યું
VIDEO: હાલ પવિત્ર શ્
VIDEO: હાલપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી નજીક કોટેશ્વર શિવ મંદિરને જોધપુરના એક ભાવિક ભક્તે 18 કિલો વજનનું રૂપિયા 21 લાખનું ચાંદીનું થાળું અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ચાંદીની સુંદર અને કલાત્મક ડિઝાઈન ધરાવતું થાળું મંદિરને દાન કરી ઉપરાંત શિવ મંદિરની ગૌશાળાને પણ 1,01,001 રૂપિયાનું દાન કર્યું હતું.
આ સિવાય મંદિરમાં તમામ ભક્તો માટે ભોજન ભંડારો કરી ભાવિકે પુણ્ય કમાયું હતું. આ ભાવિક ભક્ત જોધપુરમાં રહે છે અને તેઓ છેલ્લા 23 વર્ષથી અંબાજી, કોટેશ્વર અને અંબાજી ગબ્બર ખાતે દર્શન કરવા અચૂક આવે છે. કોટેશ્વર પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલું સુંદર અને પ્રાચીન શિવ મંદિર છે. દર વર્ષે હજારો ભાવિક ભક્તો અહીં દર્શને આવે છે. ત્યારે આ જોધપુરના મહાદેવના અનન્ય શ્રદ્ધા ધરાવે છે.




