Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani: Will Adani really partner with China's BYD to make batteries? The company gave this answer

Adani: શું અદાણી ખરેખર ચીનની BYD સાથે ભાગીદારી કરીને બેટરી બનાવશે? કંપનીએ આ જવાબ આપ્યો

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Adani: શું અદાણી ખરેખર ચીનની BYD સાથે ભાગીદારી કરીને બેટરી બનાવશે? કંપનીએ આ જવાબ આપ્યો
સોર્સ : Google

Adani: અદાણી એન્ટરપ્રાઈઝે સોમવારે સ્પષ્ટતા કરી કે તે ભારતમાં બેટરી ઉત્પાદન માટે ચીની કંપની BYD સાથે કોઈપણ પ્રકારની ભાગીદારી પર વિચાર કરી રહી નથી. કંપનીએ બ્લૂમબર્ગના તે અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગૃપ BYD અને બેઈજિંગ વેઈલિયન ન્યૂ એનર્જી ટેકનોલૉજી સાથે ભાગીદારી કરવા જઈ રહ્યું છે. અદાણીએ આ અહેવાલને 'પાયાવિહોણો, ખોટો અને ભ્રામક' ગણાવ્યો હતો.

App Store

અદાણી એન્ટરપ્રાઇઝે એક નિવેદન બહાર પાડીને કહ્યું - 'અમે બ્લૂમબર્ગના અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ જેમાં અદાણી ગૃપ અને ચીની કંપનીઓ BYD અને બેઈજિંગ વેઇલિયન ન્યૂ એનર્જી ટેકનોલૉજી વચ્ચે કોઈપણ જોડાણનો ઉલ્લેખ છે. આ અહેવાલ સંપૂર્ણપણે પાયાવિહોણો, ખોટો અને ભ્રામક છે.' 

દાવો - BYDની એશિયન પેટાકંપની દ્વારા સોદાની ચર્ચા
કંપનીનું આ નિવેદન 4 ઓગસ્ટ 2025 ના રોજ બ્લૂમબર્ગ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ પછી આવ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગૃપ બીવાયડી સાથે મળીને બેટરીના ઉત્પાદનની યોજના બનાવી રહ્યું છે. ખુદ ગૌતમ અદાણી આ વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે.  અને એમ કહેવામાં આવ્યું હતું કે, વાતચીત હજિ પ્રારંભિક તબક્કામાં છે અને આ ડિલ સીધું ચીનની કંપની સાથે નહીં પરંતુ બીવાયડીની એશિયાઇ પેટા કંની મારફતે કરવામાં આવશે. આવું એટલા માટે ચાલી રહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા રાજકીય તનાવથી બચી શકાય.

ચીનની કંપનીઓની પાસે દુનિયાની સૌથી એડવાન્સ અને સસ્તી બેટરી ટેકનોલૉજી
બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે ચીનની કંપનીઓની પાસે દુનિયાની સૌથી એડવાન્સ અને સસ્તી બેટરીની ટેકનોલૉજી છે અને અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જીના પ્લાનને આગળ વધારવા માટે આ ટેકનોલૉજી જરૂરી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અદાણી ગૃપ માત્ર બીવાયડી ગૃપ જ નહીં પરંતુ  અન્ય ચાઈનીઝ રિન્યુએબલ એનર્જી કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહ્યુ છે. જોકે, આ માટે રાજકીય મંજૂરી મેળવવી સરળ રહેશે નહીં. પરંતુ અદાણી એન્ટરપ્રાઇઝે આ બધા દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ અહેવાલ સંપૂર્ણપણે પાયાવિહોણો, ખોટો અને ભ્રામક છે. કંપનીએ રોકાણકારો અને સામાન્ય લોકોને આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.