Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Monsoon 2025: Severe flood problem in Uttar Pradesh, public life affected in 14 districts

Monsoon 2025: ઉત્તર પ્રદેશમાં પૂરની વિકરાળ સમસ્યા, 14 જિલ્લામાં જનજીવન પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Monsoon 2025: ઉત્તર પ્રદેશમાં પૂરની વિકરાળ સમસ્યા, 14 જિલ્લામાં જનજીવન પ્રભાવિત
સોર્સ : GSTV News

Monsoon 2025: યુપીના 14 જિલ્લા પૂરની ઝપટે ચઢયા છે. જેને લઈ લાખો લોકો અસરગ્રસ્ત છે, અને જનજીવન સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે ઘણા જિલ્લા માટે સ્પેશિયલ એલર્ટ જાહેર કર્યું છે. 

App Store

ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. આના લીધે રાજ્યના 14 જિલ્લા આ સમયે પૂરગ્રસ્ત છે. જેમાં લાખો લોકોને અસર થઈ છે. હવામાન વિભાગે રવિવારે પણ પ્રદેશના ઘણા જિલ્લામાં ભારે વરસાદ, પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે.

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પાણી ઘણા મકાનોમાં ઘૂસી ગયું છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે કારણ કે તેમના ઉભા પાક ડૂબી ગયા છે. તાજેતરના દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે, ગંગા, યમુના, રામગંગા, ગોમતી, શારદા અને રાપ્તી જેવી ઘણી નદીઓ ભયના નિશાનની નજીક વહી રહી છે. બહરાઇચ, બલરામપુર, લખીમપુર ખેરી, સીતાપુર, બારાબંકી, ગોંડા અને શ્રાવસ્તી જેવા ઉત્તરીય જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ગંભીર બની શકે છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાઈ શકે છે અને અંડરપાસ બંધ થઈ શકે છે.

આ સાથે, છેલ્લા 24 કલાકમાં મુરાદાબાદ (270 મીમી), સંભલ (210 મીમી), હરદોઈ (170 મીમી) અને બારાબંકી (320 મીમી) જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે ઘણા ગામોમાં પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, ગ્રામીણ વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે અને પાકા રસ્તાઓને નુકસાન થઈ શકે છે. આ જિલ્લાઓ માટે વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે વીજળી અને તેજ પવનનું પણ જોખમ

પૂર્વીય ઉત્તર પ્રદેશ: સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી, ભદોહી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, કુશીનગર, આંબેડકર નગર

પશ્ચિમી ઉત્તર પ્રદેશ: મુરાદાબાદ, સંભલ, હરદોઈ, સીતાપુર, બારાબંકી, બહરાઈચ, ગોંડા, શ્રાવસ્તી, લખીમપુર ખેરી, સહારનપુર, મેરઠ, નજીબાબાદ, મધ્ય ઉત્તર પ્રદેશ: લખનૌ, કાનપુર, કાસગંજ, હાથરસ.

અસરગ્રસ્ત જિલ્લાઓ
પ્રયાગરાજ
જાલૌન
ઔરૈયા
હમીરપુર
આગ્રા
મિર્ઝાપુર
વારાણસી
કાનપુર દેહાત
બલિયા
બંદા
ઈટાવા
ફતેહપુર
કાનપુર નગર
ચિત્રકૂટ