Video: ભરાઈ ગયો સરકારનો ખજાનો, GST કલેક્શન વધીને 2.31 લાખ કરોડે પહોંચ્યું

સોર્સ: gstv

દેશના GST કલેક્શનમાં ઓક્ટોબર મહિના દરમિયાન જોરદાર ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર 2026માં કુલ ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9 ટકાના વધારા સાથે 2.31 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં 1.88 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું હતું, જેની સરખામણીએ આ વર્ષે 43,165 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ મહિને ડોમેસ્ટિક GST રેવન્યુમાં પણ 15.8 ટકાનો વધારો થઈને 1.59 લાખ કરોડ રૂપિયા નોંધાયો છે. બીજી તરફ GST રિફંડમાં 6.5 ટકાનો વધારો થઈને 27,934 કરોડ રૂપિયા થયા છે. રિફંડ બાદ નેટ GST રેવન્યુ 25.6 ટકા વધીને 2.03 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત