Gujarat rain forecast : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જુઓ ક્યાં જિલ્લામાં ખાબકશે વરસાદ?

Gujarat rain forecast : રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સાત દિવસ હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
6 થી 9 ઓગસ્ટની આગાહી
આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે કચ્છ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળો અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

