Banaskantha news: વરસાદ વિરામ બાદ સરહદી વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને વરસાદી પાણી નિકાલ ન થતાં હાલાકી ભોગવી રહ્યા છે. હાલ વરસાદે વિરામ લીધાને પંદર દિવસ બાદ પણ ખેતરોમાંથી વરસાદી વહીં રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની સ્થિતિ અત્યાર તો રામભરોસે છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે છેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા અને સતત ખેડૂતોના ખેતરોમાં પાણી ગરકાવના કારણે પ્રથમ વરસાદમાં કરેલા વાવણી નિષ્ફળ જતાં અને ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. જોકે ખેડૂતો પણ વર્ષ-2015થી આ જ સમસ્યા પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની પણ માંગ છે કે કાયમી પાણીનો નિકાલ આવે તે જરૂરી છે. નહીં તો આવનારા સમયમાં ખેડૂતો પાયમલ થઈ જશે.
10 વર્ષથી ખેડૂતોને વરસાદી પાણીથી હાલાકી
વાવ તાલુકાના ભાચલી ગામમાં વરસાદે વિરામ લીધાને 15 દિવસ બાદ પણ સતત 200થી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા તેના કારણે ખેડૂતોએ વાવેલ જુવાર, બાજરી, ઘાસ, દિવેલા, કપાસ, મગફળી જેવા પાકમાં સતત વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થયો જ્યારે ખેડૂતો ખેતરોમાં વસવાટ કરે છે. વધુ વરસાદના કારણે ખેતરોમાં રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે અન્ય જગ્યાએ પશુઓને ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે જ ખેડૂતો 2015 થી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વર્ષ-2017થી ખેડૂતો પોતાની સમસ્યા માટે સરકારમાં કાયમી વરસાદી પાણી નિકાલ આવે તેવી આજીજી કરી રહ્યા છે. પરંતુ સરકારમાં બની બેઠેલા નેતાઓ આગેવાનો પદ અધિકારીઓ જાણે ખેડૂતોની તસ્દી પણ ન લેતા હોય તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આજે પણ વિકિટ પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે.
વાવ તાલુકાના બે ગામના ખેડૂતોની કરુણ પરિસ્થિતિ
ભાચલી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે વર્ષ-2015થી રજૂઆત કરીએ છીએ તેમ છતાં આજે પણ અમારે વરસાદી પાણીની જે સમસ્યા છે તેનો કોઈ નિકાલ આવ્યો નથી તેના કારણે અમે ત્રાહિમામ છીએ છે અને અન્ય કંઈ ઉદ્યોગ ન હોવાના કારણે માત્ર ખેતી આધારિત અમારું ગુજરાન ચલાવીએ છીએ જો કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે અને લગ્ન સિઝનમાં અમારે અમારા દીકરા-દીકરીઓએ લગ્ન કરવા હોય તો પણ અમારે પૈસા વ્યાજે લઈને લગ્ન કરવાની ફરજ પડી રહી છે. જોકે અત્યારે રસ્તામાં વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ભાચલીથી ચાદરવા જે રસ્તામાં રહેતા ખેડૂતો 200 જેટલા ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે અને પશુ બીમાર થાય કે કોઈ ડીલેવરી કે કોઈ વૃદ્ધ બીમાર થાય ત્યારે અમારા માથે મોટો પહાડ પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. કારણકે રસ્તામાં ત્રણ ફૂટ પાણી હોવાના કારણે નહીં તો સાધન આવી શકતા કે નહિ કોઈ જઈ શકતું તેના કારણે અમારે માત્ર એક જ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. તેથી જો કાયમી પાણીનો નિકાલ થાય અને ભાચલીથી ચાંદરવા ડામર રોડ બને તો 200 ખેડૂતોને જે સમસ્યા છે તે સમસ્યાનો અંત આવે અને અમે કાયમી નિરાંતે અમે ખેતી કરી અમારું ગુજરાત ચલાવી શકીએ.
ખેડૂતો દેવાદાર અને ગામ બહાર જવા ડામરનો પાકો રોડ નહિ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકા બે ગામની કરુણ કહાની છે. અહીં ખેડૂતો જણાવે છે, તેમ અમે છેલ્લા 15 વર્ષથી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અત્યાર વધુ પાણી ભરાઈ જવાથી શાળાએ અભ્યાસ માટે શાળાએ બાળકોને મૂકતા પણ ડર લાગે છે. અમે વિકિટ પરિસ્થિતિમાં અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ અને કોઈ અમારી વાત સરકાર ન સાંભળતા અમે બરબાદ થઈ રહ્યા છીએ. સરકાર પાસે આજીજી કરી રહ્યા છીએ કે અમને વહેલી તકે કાયમી વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ લાવી આપે તો અમે દેવાદાર થતા બચીએ. ભાચલીથી ચાંદરવા જતો ડામરનો રોડ બને તો ગામના 200થી ખેડૂતોને પીડા રહ્યા છે તેમાંથી મુક્તિ મળે.

