મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભણશે નહીં જીપને ધક્કા મારશે ગુજરાત! શિક્ષણ મંત્રી આ ઉપર બેસાડેલા નાના ભુલકાઓને કંઈ થશે તો જવાબદાર કોણ?

વડોદરાના હરણીકાંડ અને રાજકોટના ગેમઝોન કાંડ બાદ પણ રાજ્યમાં બાળકોની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવી ર

વડોદરાના હરણીકાંડ અને રાજકોટના ગેમઝોન કાંડ બાદ પણ રાજ્યમાં બાળકોની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી, જેનું જીવંત ઉદાહરણ બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યું છે. જેમાં દાંતામાં એક જીપની અંદર જ અને ઉપર પણ નાના ભૂલકાઓને ખીચોખીચ બેસાડ્યા હતા. એટલું જ નહીં રસ્તામાં જીપ બંધ થતા વિદ્યાર્થીઓ ધક્કો મારતા હતા.  જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   

બનાસકાંઠા જિલ્લાના દાંતા સરકારી હોસ્પિટલ પાસેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, માત્ર જીપની  અંદર જ નહીં પણ તેની ઉપર નાના ભૂલકાઓને બેસાડયા હતા. પરિણામે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે.  

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર-નવાર સ્કૂલ રીક્ષાઓ તેમજ વાન બાળકોને ઘેટા-બકરાંની જેમ ભર્યા હોવાના  વીડિયો ભૂતકાળમાં સામે આવ્યા હતા. ત્યારે બનાસકાંઠામાંથી આવા જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આમ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો