મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બાકરોલ ગામમાં રબારીવાસમાં ઘુસી માથાભારે શખ્સોએ કર્યો હુમલો

Ahmedabad News : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરીથી સવાલ ઊભા થયા છે. બાકરોલ ગામમાં રબા

Ahmedabad News : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરીથી સવાલ ઊભા થયા છે. બાકરોલ ગામમાં રબારીવાસમાં ઘુસીને માથાભારે શખ્સોએ ગામના સ્થાનિક લોકો પર હુમલો કર્યો છે, સાથે જ વાહનોમાં તોડફોડ કરી છે.  ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં કાસીન્દ્રા ગામના લોકોએ લાકડી અને ધોકા વડે બાકરોલ ગામમાં  રબારીવાસના લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક શખ્સના માથામાં ગંભીર ઈજા થઈ છે, અન્ય લોકોને પણ સામાન્ય નાની મોટી ઇજાઓ થઈ છે. હુમલાના વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલો અસલાલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. 

આ સમાચાર શેર કરો