મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતની ઝૂપડપટ્ટીમાં ખુલ્લેઆમ ચાલતું બિયર બાર, બુટલેગરો પર પોલીસની રહેમ હોવાના આક્ષેપ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂ સહિતના નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં દારૂની રેલમછેલ થત

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂ સહિતના નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં દારૂની રેલમછેલ થતી હોવાના વીડિયો છાસવારે સામે આવતાં રહે છે. ત્યારે મહિધરપુરા સુમુલ ડેરી પાસે શશી ચાયની દુકાન નજીક ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ ચાલતા બિયર બારનો વીડિયો વાયરલ થયો છે. લાલીયા, નરેશ અને હરીશ નામના શખ્સો દારૂનો અડ્ડો ચલાવતા હોવાના આક્ષેપ થયા છે. સ્થાનિકો રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાને કારણે પરેશાન લોકોએ કહ્યું કે, બુટલેગરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ સાથે ધરોબો હોવાનું જણાવી રોજ 50 થી 70 પેટી દારૂ વેચે છે. જેથી સુરત પોલીસ કમિશનર આ બુટલેગરો સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો