VIDEO: વડોદરા મેળામાં મારામારીના મામલે નવો વળાંક, બંને પક્ષોની ચાલી રહી છે પૂછપરછ
વડોદરાના લાલબાગ રોડ પર સ્થિત રોયલ મેળામાં બાઉન્સરો દ્વારા પરિવાર સાથે થયેલી
વડોદરાના લાલબાગ રોડ પર સ્થિત રોયલ મેળામાં બાઉન્સરો દ્વારા પરિવાર સાથે થયેલી મારામારીની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. મેળાના સંચાલકોએ સીસીટીવી ફૂટેજ જાહેર કરી દાવો કર્યો છે કે, પાદરાના પરિવારે 'નો એન્ટ્રી' વિસ્તારમાંથી પ્રવેશતા મામલો બિચક્યો હતો. મહિલા સિક્યુરિટી ગાર્ડ મનીષા રાણાએ આક્ષેપ કર્યો છે કે 15થી 20 લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો, જેના બચાવમાં અન્ય સિક્યુરિટી સ્ટાફે દંડાવાળી કરવી પડી હતી. પરિવારે મેળાનો ટેન્ટ સળગાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. હાલ રાવપુરા પોલીસ સીસીટીવીના આધારે બંને પક્ષોની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે.


