મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બોરાસરમાં પૂરમાં ફસાયેલા 40 બાળકો અને 4 શિક્ષકોને NDRFએ બચાવ્યા, જુઓ દિલધડક રેસ્ક્યું ઓપરેશન

પોરબંદર જિલ્લાના રણાવાવ તાલુકાના બોરાસર ગામે ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી પૂરની સ

પોરબંદર જિલ્લાના રણાવાવ તાલુકાના બોરાસર ગામે ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી પૂરની સ્થિતિમાં NDRF દ્વારા એક મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક સ્કૂલના ૪૦ બાળકો અને ચાર શિક્ષકો પૂરના પાણીમાં ફસાયા હતા.

તમામ બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે બચાવી લીધા

NDRFની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ભારે વરસાદને લીધે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર અને NDRFની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ સમાચાર શેર કરો