VIDEO/ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ભરૂચ બ્લાસ્ટ મામલે ગુજરાત સરકારને પાઠવી નોટિસ
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી સ્થિત મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં થયેલા
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી સ્થિત મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વતઃ નોંધ લીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર કામદારોના મોત નિપજતા પંચે પીડિતોના માનવ અધિકાર ઉલંઘન બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી આગામી બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચના અવલોકન મુજબ, મીડિયા અહેવાલો ઔદ્યોગિક સલામતી અને પ્રોટોકોલના પાલનમાં ગંભીર ક્ષતિઓ સૂચવે છે..






