VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી વાહનચાલકો પરેશાન, લોકોએ ખિસ્સા વધુ ખાલી કરવા પડશે
ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ડામ આવ્યો છે. રાજ્યના ચાર મ

ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ડામ આવ્યો છે. રાજ્યના ચાર મુખ્ય મહાનગરો—અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો જૂનો ભાવ રૂપિયા 94.48 હતો, જે હવે વધીને રૂપિયા 97.48 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ પણ હવે રૂપિયા 93.15ના ભાવે મોંઘું મળશે. સુરતમાં પેટ્રોલ રૂપિયા 97.35 અને રાજકોટમાં રૂપિયા 97.25ના નવા ભાવે વેચાશે. વડોદરામાં પણ સમાન વધારા સાથે પેટ્રોલના ભાવ રૂપિયા 97.15 અને ડીઝલના ભાવ રૂપિયા 92.82 થયા છે. શુક્રવારથી અમલી બનેલા આ નવા ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના ઘરબજેટ પર સીધી અસર પડશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની શક્યતાને પગલે આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. સતત વધતા ઈંધણના ભાવને કારણે મધ્યમ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં આ ભાવવધારો લાગુ થતા હવે વાહનચાલકોએ ખિસ્સા વધુ ખાલી કરવા પડશે.




