મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 12થી વધુ પુલો કરાયા બંધ

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતો દ્વારા બનાવાયેલા અને જૂના પુલો

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતો દ્વારા બનાવાયેલા અને જૂના પુલોની જર્જરિત સ્થિતિને કારણે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના આદેશ પ્રમાણે ૧૨થી વધુ પુલો બંધ કરવામાં આવ્યા છે, કારણ કે તેમાં સળિયા ઉપર આવી ગયા છે અને તૂટવાનું જોખમ છે. આ પુલોમાંથી કેટલાક નવા બનાવાયા હોવા છતાં, ભારે વાહનો  કેપેસિટી કરતાં વધુ વજન લઈને પસાર થાય છે, જેના કારણે તૂટવાની ઘટનાઓ વધી રહી છે.

આ સમાચાર શેર કરો