મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચંડોળામાં મેગા ડિમોલિશન શરૂ, હજારો પોલીસ કર્મીઓ અને SRPની કંપનની હાજરીમાં 4 દિવસ ચાલશે કાર્યવાહી

અમદાવાદમાં ચંડોળા મેગા ડિમોલિશનનો પાર્ટ-2 આજથી શરૂ થયો છે. અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામ

અમદાવાદમાં ચંડોળા મેગા ડિમોલિશનનો પાર્ટ-2 આજથી શરૂ થયો છે.  અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.  

JCBનો ખડકલો 

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. 

અઢી લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવાશે 

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે, કે 'ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. 

આ સમાચાર શેર કરો