મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: CEO સામે મજદૂર સંઘનો આક્ષેપ, 10 દિવસમાં માંગણીઓને નિકાલ નહીં કરે તો કરશે આંદોલન

ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ન

ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને સંસ્થાના CEOની કનડગત સામે રાજ્ય સરકારને ઉગ્ર રજૂઆત કરી આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મજદૂર સંઘનો આક્ષેપ છે કે હાલના CEO ગવર્નિંગ બોડીના નિયમો વિરુદ્ધ મનસ્વી વલણ અપનાવી રહ્યા છે. જેમાં કર્મચારીઓ વચ્ચે જ્ઞાતિવાદ અને ભેદભાવ ઊભો કરવા સહિત છેલ્લા એક વર્ષથી પગાર સ્લીપ આપવાનું પણ બંધ કરી દેવાયું છે. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ઉમાકાન્તભાઈ પરમાર અને મહામંત્રી મહેશભાઈ સોલંકીએ જણાવ્યું છે કે જો 10 દિવસમાં આ માંગણીઓનો હકારાત્મક નિકાલ નહીં આવે, તો ભારતીય મજદૂર સંઘના માર્ગદર્શન હેઠળ 155 જેટલા સંલગ્ન સંગઠનો સાથે મળીને જિલ્લા મથકોએ આવેદનપત્રો આપી હડતાળ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો