VIDEO : ગુજરાત પંચાયત વ્યવસ્થા મુદ્દે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહા

ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટ નીતિઓને કારણે રાજ્યની પંચાયત વ્યવસ્થા ખાડે ગઈ છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ વર્ષ ૨૦૨૫ માટેના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન અને સારા શાસન જેવા મુદ્દાઓ પર આધારિત આ પુરસ્કારો માટે દેશભરની ૪૨ ગ્રામ પંચાયતોની પસંદગી થઈ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં ગુજરાતની એકપણ પંચાયત સ્થાન મેળવી શકી નથી.




