મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કલોલ હાઇવે પાસે આવેલા મસાલાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, માલસામાન બળીને રાખ

રાજ્યમાં વધુ એક સ્થળે આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કલોલ

રાજ્યમાં વધુ એક સ્થળે આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  કલોલ હાઇવે પાસે આવેલ એમ ડી મસાલાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે કરોડોનો માલ-સામાન બળીને રાખ થઈ ગયો હતો.આ આગ સવારે 7 વાગ્યાની આસપાસ લાગી હતી.

કરોડોનો માલસામાન બળીને ખાખ

ઘી અને તેલના ડબ્બા હોવાથી આગ વધું વિકરાળ બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાન હાની ટળી હતી.  પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   

ફાયર-ફાઈટરોએ કાબૂમાં લીધી આગ

આગ લાગવાની ઘટનાની જાણ  કલોલ નગરપાલિકાને  અને પોલીસને કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે કલોલ નગરપાલિકાના  ફાયર ફાઈટરો અને ONGCના ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાની સમગ્ર  કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ તો ગરમીની શરૂઆત જ થઈ છે ત્યાં આગ લાગવાની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો