મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મહેસાણાના કડીમાં જાણીતી કંપનીમાં ભીષણ આગ, ફાયરની અને પોલીસની ટીમો ઘટનાસ્થળ પર

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં આવેલી પ્રથમ એનિમલ કેર નામની કંપનીમાં ભીષણ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં આવેલી પ્રથમ એનિમલ કેર નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં પશુ આહારનું ઉત્પાદન થતું હતું. આગ લાગતા કંપનીમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થયો છે.

ફાઈટર ટીમો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી

ઘટનાની જાણ થતાં બે ફાયર ફાઈટર ટીમો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબુ મેળવવા ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો