VIDEO: ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં 11 શ્રમિકોના મોત, આંકડો હજુ વધે તેવી આશંકા
બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ
બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી 11 શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
11 શ્રમિકોના મોત
11 શ્રમિકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક લોકો આ ઘટનામાં દાઝી ગયા હોવાનું સામે આવ્યું છએ. તો બીજી તરફ દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા






