મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં દોઢ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન

વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માત્ર એકથી દોઢ કલાકમાં

વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માત્ર એકથી દોઢ કલાકમાં દોઢ ઇંચ જેટલા ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા. રાવપુરા રોડ, નિઝામપુરા રોડ, એમ.જી. રોડ, નવા બજાર અને અકોટા ગરનાળા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે, પરંતુ અકોટા દિનેશ મિલ રેલવે ગરનાળા વિસ્તારમાં હજુ પણ સ્થિતિ ગંભીર છે. વરસાદ બંધ થયાના બે કલાક થવા છતાં પણ આ વિસ્તારમાં પાણી ઉતર્યું નથી. ગરનાળું કલાકો સુધી બંધ રહેવાથી વાહન વ્યવહાર ખોરંભે પડ્યો અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી.

આ સમાચાર શેર કરો