VIDEO: છોટાઉદેપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી, હાઈટેન્શન વાયર તૂટીને બાઈક સવાર દંપતી પર પડ્યો
છોટાઉદેપુરમાં મધ
છોટાઉદેપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં નસવાડીના સરકાર ફળિયા ચાર રસ્તા પાસે હાઈટેન્શન જીવંત વાયર તૂટીને બાઈક સવાર દંપતી પર પડતા ભયાનક આગનો ભડકો થયો હતો. સદનસીબે દંપતીએ બાઈક પરથી કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાએ વીજ કંપનીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અકસ્માતને પગલે અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ગુલ થઈ ગયો હતો, જેના કારણે લોકોની રાતની ઊંઘ હરામ થઈ હતી. વારંવારની રજૂઆતો છતાં સવાર સુધી કોઈ અધિકારી ડોકાયા ન હતા. નસવાડીના અનેક વિસ્તારોમાં વીજ લાઈનોનું સમારકામ ન થતા આવી જોખમી પરિસ્થિતિ સર્જાય છે, જે અધિકારીઓની લાપરવાહી સૂચવે છે.



