મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના નેશનલ હાઇવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ધામસીયા ગામ

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ધામસીયા ગામ પાસે નેશનલ હાઇવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 15 દિવસથી બોક્સ કન્વર્ટર નાળાનું કામ અધૂરું મૂકી દેવામાં આવતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.મુખ્ય રસ્તા પર માટીના મસમોટા ઢગલા ખડકી દેવાતા રસ્તો સાંકડો બની ગયો છે, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગે છે. એક તરફનું વાહન પસાર ન થાય ત્યાં સુધી બીજી તરફના ચાલકોએ રાહ જોવી પડે છે

આ સમાચાર શેર કરો