VIDEO: ધોરાજીમાં નગરપાલિકા હસ્તક કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી
રાજકોટ જિલ્લાના ધોરા

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા હસ્તક કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા સિમેન્ટ રોડની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ રોડ માત્ર કાગળ પર મજબૂત છે, જ્યારે હકીકતમાં તે ભ્રષ્ટાચારની ભેટ ચઢી રહ્યો છે.
ધોરાજીના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા આ કામમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ, રેતી કે કપચીનો ઉપયોગ થતો નથી અને રોડની મજબૂતી માટે જરૂરી પાણીનો છંટકાવ પણ નિયમ મુજબ કરવામાં આવતો ન હોવાનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને રોડમાં વપરાતી રેતીમાં ધૂળ અને માટીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી, થોડો વરસાદ પડતાં જ આ નવા બનેલા રસ્તાઓ ઉબડ-ખાબડ બની જશે અને પ્રજાના ટેક્સના લાખો રૂપિયા પાણીમાં જશે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે.




