મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાય તે પહેલાં વિવાદ, પાટીદાર આગેવાને આયોજનને ગણાવ્યો ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’

રાજકોટમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાય તે પહેલાં જ ભારે વિવ

રાજકોટમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાય તે પહેલાં જ ભારે વિવાદ સર્જાયો છે. સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોતમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કરતાં આ આયોજનને ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’ ગણાવીને પ્રહાર કર્યા હતા. પુરુષોત્તમ પીપળીયાએ સરકારને અંધશ્રદ્ધા ફેલાવતા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાને બદલે તેની સામે કડક પગલાં લેવા અપીલ કરી છે.

નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં પણ બાગેશ્વર બાબાના કાર્યક્રમ દરમિયાન રાજકોટમાં મોટો વિવાદ થયો હતો, જેમાં એક યુવકે પોતાને વશમાં કરી નાણાં પડાવી લીધાની ફરિયાદ સાથે પોલીસ કમિશનરને અરજી કરી હતી, જોકે બાદમાં કાર્યકર્તાઓની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.  

આ સમાચાર શેર કરો