મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ / આરોગ્ય વિભાગનો સપાટો, અંદાજિત 60 કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જૈન સ્વીટ નમકીન એન્

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક માંથી 31 કિલો અને રાધે ડેરી એન્ડ સ્વીટ માંથી 32 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આજી ડેમ અને માંડ ડુંગર વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ દરમિયાન 12 વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા, જ્યારે 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તહેવારો પૂર્વે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એકમો સામે મનપાની આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો