VIDEO: લીંબુએ લોકોને પરસેવો લાવી દીધો, છૂટક બજારમાં પ્રતિ કિલો 180 થી 250 રૂપિયા ભાવ
ઉનાળાની ગરમીમાં રસોડાની શાન ગણાતા લીંબુએ લોકોને પરસેવો લાવી
ઉનાળાની ગરમીમાં રસોડાની શાન ગણાતા લીંબુએ લોકોને પરસેવો લાવી દીધો છે. ગરમી સાથે લીંબુના ભાવમાં વધારો થયો છૅ. જથ્થાબંધ બજારમાં ભાવ વધતા છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલો 180 થી 250 રૂપિયા વેચાઇ રહ્યા છે. અમદાવાદ એપીએમસીની વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ભારત અને કાઠીયાવાડમાંથી લીંબુ આવી રહ્યા છે.
કોલ્ડ સ્ટોરેજમાં લીંબુનો જે જથ્થો હતો તે પૂર્ણ થયો છે. ગરમીમાં લીંબુની વાંગ વધી છે, તો બીજી તરફ લીંબુની આવક ઘટી છે. એપીએમસીમાં પહેલા પ્રતિદિન 500 થી 550 ક્વિન્ટલ લીંબુ આવતા હતા, આજે ઘટીને 300 થી 350 ક્વિન્ટલ થયા છે. આમ, લીંબુની આવક માર્કેટમાં ઘટી છે. આવક ઘટતા ભાવ વધી રહ્યા છે.
ભાવની વાત કરવામાં આવે તો ગત સપ્તાહે હોલસેલના ભાવ કિલોના 100 થી 150 હતા, જે વધીને 130 થી 180 થયા છે. કોલ્ડ સ્ટોરેજના લીંબુની વાત કરવામાં આવે તો તે ગત સપ્તાહે 40 થી 60 રૂપિયા કિલો હતા, જે 50 થી 80 રૂપિયા થયા છે.




